ચુડાસમા રાજપૂત સમાજ સંચાલિત બોર્ડિંગ  
ચુડાસમા M.S.C વિદ્યાશકુલ (સમર્પણ)  
વિધવા સહાય ટ્રસ્ટ
 
કુમાર શ્રી હરભમજીરાજ સાહેબની દ્રષ્ટિએ તે વખતના ગીરાસદારોની સમસ્યાઓનું મુળ કારણ કેળવણીનો અભાવ હતો, એ વાત સાચી હતી. એ સમસ્યાઓના ઉકેલ માટે સમાજના બાળકો માટે હોસ્ટેલોની આવશ્યક્તા તેમને દેખાઇ, હોસ્ટેલો સ્થાપવાં તેઓ રાજાઓ અને ઠાકોરોને મળ્યા, વાત કરી, પણ બહુ સારો પ્રતિભાવ ન મળ્યો તે વખતે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું પોતે ઇંગ્લેન્ડમાં અભ્યાસ કરી બેરીસ્ટર થયેલા અને ખૂબ જ પ્રતિભાવાન અને બુદ્ધિશાળી હતાં તેથી ભારતના અને ઇંગ્લેન્ડના ઘણા અંગ્રેજ અધિકારીઓ, ગર્વનરો અને ગર્વનર જનરલ (વાઇસરોય) સાથે પરિચયમાં હતા એટલે હોસ્ટેલોની સ્થાપના માટે અંગ્રેજ અધિકારીઓને મળ્યાં એ વખતે અમદાવાદ જિલ્લાનાં ગીરાસદારો કોઇ રાજાની નીચે નહીં પણ એજન્સી નીચે અર્થાત્ અંગ્રેજોની સિધી હકુમત નીચે હતા, અને મિસ્ટર ટપ્પર કરીને એક અંગ્રેજ અમદાવાદ જિલ્લાના તાલુકદારી સેટલમેન્ટ ઓફિસર હતાં. શ્રી હરભમજીરાજ સાહેબ તેમને મળ્યા, મુંબઈના ગર્વનરને પણ વાત કરી અને નક્કી કર્યું કે ધંધુકામાં આવી એક હોસ્ટેલ શરૂ કરવી આ બધી વિગત કુમારશ્રીએ લખેલ તેમની રોજનિશી ડાયરીમાં વાંચવા મળી તે ડાયરીમાંથી તેમના જ અક્ષરોમાં લખેલ થોડી વિગત આ અંકમાં છાપી છે. તે પ્રમાણે તારીખ ૧૮-૩-૧૯૯૦ની સાંજે આશરે એક હજાર ભાઈઓની હાજરીમાં ધંધુકાની હોસ્ટેલનો શુભારંભ થયો, અને ૨૦ દિકરાઓ દાખલ થયા.

તે વખતે અત્યારે જે બોર્ડિંગના મેદાનમાં વચ્ચે બંગલો છે તે અંગ્રેજોનો ઉતારો હતો. તેમાં વિદ્યાર્થીઓને રહેવાની વ્યવસ્થા કરી તથા અત્યારે જે મકાન છે તેના નિર્માણની કાર્યવાહી શરૂ કરવામાં આવી જે ઈ.સ.૧૯૧૨ માં પુરી થઈ.

આ રીતે સમગ્ર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રમાં ગીરાસદારોના બાળકોના શિક્ષણ માટે સૌથી પ્રથમ હોસ્ટેલ ઈ.સ. ૧૯૯૦ માં ધંધુકામાં શરૂ થઈ. ધંધુકા અને ભાલના જ નહી, સમગ્ર ગીરાસદારો માટે ઉજ્જવળ ભવિષ્યનાં સુપ્રભાતનો આ રીતે ઉદય થયો.      
 
મોરબીના કુમાર સ્વ. શ્રી હરભમજીરાજ સાહેબે ૧૯૦૬ માં સૌરાષ્ટ્ર કચ્છ-ગુજરાતના ગીરસદારોનાં સંગઠન અને વિકાસ માટે શ્રી કચ્છ-કાઠિયાવાડ ગુજરાત ગરાસીયા એસોસીએશનની સ્થાપના કરી. આજે પણ સમાજ વિકાસ માટે એસોસીએશન કાર્યરત છે.

એસોસીએશનની ૧૯૦૬ ની આજસુધીની કાર્યવાહીનો ઈતિહાસ તથા તેના સ્થાપક મરહૂમકુમાર શ્રી હરભીમજીરાજ સાહેબનું જીવન ચરિત્ર તૈયાર કરવાનું નક્કી કરવામાં આવ્યું. એ માટે એસોસીએશનના પ્રમુખ મા. પ્રવિણસિંહજી સોળિયાએ મને થોડી જવાબદારી સોંપી. એ માટે હું રાજકોટ ગયો. એસોસીએશનની પ્રવૃત્તિની માહિતી મેળવવા તેના વાર્ષિક અધિવેશનો અને તેની કારોબારીની મિટીંગનો વિગતોની નોંધ કરવાનું મેં શરૂ કર્યું. સ્વ. કુમારશ્રીના જીવન માટે તેમણે લખેલી ડાયરીઓ જોઈ. તેમાં ઘણું ઘણું જાણવાનું મળ્યું. કુમારશ્રીએ એસોસીએશનની સ્થાપના બાદ મુખ્ય કાર્ય ગીરસદારોના બાળકોની કેળવણીનું હાથ ધર્યું હતું. એ માટે તેઓએ જે જહેમત ઉઠાવી હતી તેની ટૂંકી વિગત આ પ્રમાણે છે.

સ્વ. કુમારશ્રીની દ્રષ્ટિએ તે વખતનાં ગીરાસદારોની સમસ્યાઓનું મૂળ કારણ કેળવણીનો અભાવ હતો, અને એ વાત સાચી હતી. એ સમસ્યાઓના ઉકેલ માટે સમાજના બાળકો માટે હોસ્ટેલોની આવશ્યકતા તેમને દેખાઈ. હોસ્ટેલો સ્થાપવા તેઓ રાજાઓ અને ઠાકોરોને મળ્યા અને વાત કરી, બહુ સારો પ્રતિભાવ ન મળ્યો. તે વખતે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું. પોતે ઈંગ્લેન્ડમાં ભણીને બેરિસ્ટર થયેલા અને ખૂબ જ બુદ્ધિશાળી હતા. તેથી ભારતના અને ઈંગ્લેન્ડના ઘણા અંગ્રેજ અધિકારીઓ, ગર્વનરો અને ગર્વનર (વાઈસરોય) સાથે પરિચયમાં હતા. એટલે હોસ્ટેલોની સ્થાપના માટે અંગ્રેજી અધિકારીને મળ્યા. એ વખતે અમદાવાદ જિલ્લાના ગીરસદારો કોઈ રાજાની નીચે નહિ, પણ એજન્સી નીચે અર્થાત્ અંગ્રેજોની સીધી હકુમત નીચે હતા, અને મીસ્ટર ટપ્પર કરીને એક અંગ્રેજ, અમદાવાદ જિલ્લાના તાલુકાદારી સેટલમેન્ટ ઓફીસર હતા. સ્વ. કુમારશ્રી તેમને મળ્યા. મુંબઈના ગર્વનરને પણ વાત કરી અને નક્કી કર્યું કે ધંધુકામાં આવી એક હોસ્ટેલ શરૂ કરવી. આ બધી વિગત તેમની ડાયરીમાં કુમારશ્રીએ લખેલ. તેમાંથી થોડી વિગત આ અંકમાં છાપી છે. તે પ્રમાણે તારીખ ૧૯-૦૩-૧૯૦૯ની સાંજે આશરે એક હજાર ભાઈઓની હાજરીમાં ધંધુકાની હોસ્ટેલનો શુભારંભ થયો, અને વીશ દીકરાઓ દાખલ થઈ ગયા.

એ વખતે અત્યારે જે બોર્ડિંગના મેદાનમાં વચ્ચે બંગલો છે, જે અંગ્રેજોનો ઉતારો હતો તેમાં વિદ્યાર્થીઓને રહેવાની વ્યવસ્થા કરી તથા અત્યારે જે મકાન છે તેના નિર્માણની કાર્યવાહી શરૂ કરવામાં આવી, જે ૧૯૧૨ માં પૂરી થઈ.   
આ રીતે સમગ્ર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રમાં ગીરાસદારોના બાળકોનાં શિક્ષણ માટે સૌથી પ્રથમ હોસ્ટેલ ૧૯૦૯ માં ધંધુકામાં શરૂ થઈ. ધંધુકા અને ભાલના જ નહિ સમગ્ર ગીરાસદારો માટે ઉજ્જવળ ભવિષ્યના સુપ્રભાતનો આ રીતે ઉદય થયો.
આ બધી વાત શ્રી ચુડાસમા રાજપૂત સમાજની મિટીંગોમાં કરવામાં આવી. એ અંગે ચર્ચા થઈ. ભાગ્યે જ કોઈને ખબર હતી કે ધંધુકાની આપણી બોર્ડિંગની સ્થાપના ઈ.સ. ૧૯૦૯ માં એટલે કે આજથી બરાબર સો વર્ષ પહેલા થઈ હતી. હા, સંસ્થાના સ્થાપક મી. ટપ્પરની યાદમાં રમાયેલ ફુટબોલનું ધી ટપ્પર ચેલેન્જ શીલ્ડ-૧૯૦૯ ઓફિસની ઓરડીમાં દીવાલ ઉપર લટકતું હતું. પણ ભાગ્યે જ કોઈએ એ અંગે ચિંતન કર્યું હશે કે પૂરા એક સો વરસથી આ શીલ્ડ અહીં લટકે છે. એનો અર્થ કે આ સંસ્થા કમ સે કમ એક સો વર્ષ જૂની તો છે જ. આ તો સ્વ. કુમારશ્રીની ડાયરીનું લખાણ મારા વાંચવામાં આવ્યું અને મેં શ્રી ચુડાસમા રાજપૂત સમાજની મિટીંગમાં આ વાત કરી ત્યારે બધાને આનંદ સાથે આશ્ચર્ય થયું અને નક્કી કર્યું કે આ ૨૦૦૯ નું વર્ષ આ સંસ્થાનું શતાબ્દી વર્ષ છે. તો આપણે શતાબ્દી સમારોહ ઉજવવો જ જોઈએ અને એ નિર્ણયાનુસાર વર્ષના પ્રારંભથી જ તૈયારી શરૂ કરી દીધી.

આ સો વર્ષના ગાળામાં સેંકડો નહિ, હજારો ભાઈઓ આ બોર્ડિંગમાં રહીને ભણી ગયા. બોર્ડિંગ જીવન એ તો જીવનનો સુવર્ણગાળો (ગોલ્ડન પિરિયડ) કહેવાય છે અને બોર્ડિંગમાં રહી ગયેલો કોઈપણ ભાઈ બોર્ડિંગને ભૂલી જ ન શકે, અને પોતાના સહાધ્યાયીઓની યાદ પણ તેમને આવતી જ રહેતી હોય છે.

આવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ફરીથી આ બોર્ડિંગમાં આવે, જૂના મિત્રોને વરસો બાદ પુનઃ મી દિવ્ય આનંદ માણે, એટલા માટે શતાબ્દી મહોત્સવ દરમ્યાન સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન બોલાવવાનું પણ નક્કી કરવામાં આવ્યું. તે માટે ધંધુકા તાલુકાના રાજપૂતોનાં પ્રત્યેક ગામોમાં તેમાં ચુડાસમા, વાઘેલા, ઝાલા, ગોહિલ તેમજ કાઠી ભાઈઓનાં ગામ આવી જાય – રૂબરૂ જઈને ધંધુકા બોર્ડિંગમાં ભણી ગયેલા ભાઈઓનાં નામ, સરનામા, ટેલીફોન નંબર વગેરેની વિગત એકઠી કરવાનું શરૂ કરી દીધું. ગામના ભાઈઓને મળી ધંધો-નોકરી અર્થે બહારગામ, ખાસ તો શહેરોમાં સ્થાયી થયેલા ભાઈઓની મળે તેટલી વિગતોની નોંધ કરી. વિદેશોમાં પણ ઘણા પૂર્વ વિદ્યાર્થીઓ સ્થાયી થયા છે તેમની વિગતો પણ મેળવી. એ બધાને વ્યક્તિગત પત્રો દ્વારા, ટેલીફોન દ્વારા અને સમાજનાં મુખપત્રો દ્વારા આ શતાબ્દી સમારોહની જાણ કરવામાં આવી તથા તેમને વિનંતી કરવામાં આવી કે આપની સાથે એ વખતે બોર્ડિંગમાં ભણતા ભાઈઓના નામ-ગામ અને જાણકારી હોય તો તેઓ અત્યારે ક્યાં, શું કરે છે તેમનાં સરનામાં, ટેલીફોન નંબર પણ મેળવી આપવા વિનંતી કરી.

જેમને જેમને આ શતાબ્દી સમારોહની અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંમેલનની જાણ કરી, તેઓ બધા ખૂબ જ રાજી થયા અને બધી રીતે સહયોગ આપવા લાગ્યા, જેના પરિણામે આ સોવિનિયર આપના હાથમાં છે તથા આ સમારોહના આપ સાક્ષી છો. આશા છે કે આપને શતાબ્દી મહોત્સવ માણવાની, જૂના સહાધ્યાયીઓને વર્ષો બાદ મળવાની મજા આવી જ હશે.

છાત્રાલયનાં સમૂહ જીવનમાં રહેવાથી છાત્રને સામૂહિક જીવનની તાલીમ તો મળે જ છે, પણ તે તાલીમ હેતુ લક્ષી ત્યારે જ બને જ્યારે તેમાં પ્રવૃત્તિઓનું આયોજન માત્ર વ્યવસ્થાના હેતુથી થયેલું ન હોવું જોઈએ. તેનું અનુસંધાન એક ચોક્કસ પ્રકારનાં જીવન જીવવાના હેતુ સાથે થયેલું હોય. આ હેતુ બાળકોને ભલે પ્રગટ પણ ન સમજાય પરંતુ ગૃહપતિ એ અંગે સ્પષ્ટ હોવા જોઈએ.

 
   આદર્શ બોર્ડિંગની વિશેષતાઓ
 • (વિદ્યાર્થીઓ માટે હંમેશા) આશીર્વાદરૂપ
 • વ્યવસ્થા
 • (બીજા કરતાં હંમેશા) ઉચ્ચ
 • સદ્વવિચાર પ્રેરક
 • માર્ગદર્સક
 • પ્રેરણા આપનાર
 • ઉપયોગી
 • દેવી
 • (પ્રત્યેક વિદ્યાર્થીએ જીવનમાં ઉતરવા જેવા ગુણોઃ એ ગુણોનો સરવાળો એટલે આદર્શ વિદ્યાર્થી ગંભીર સમજદાર
 • અથાક (થાકે નહિ તેવો)
 • સમજણવાળો
 • વિકસતો જતો
 • શ્રેષ્ઠ
 • જેની બધા નોંધ લે વર્ગમાં, સ્કૂલમાં, બોર્ડમાં, યુનિવર્સિટીમાં) સૌથી ઉપર
ટિપ્પણી – આપણે ત્યાં કેટલાક અંગ્રેજી શબ્દો તેમના મૂળ અર્થ કરતાં જુદા જ અર્થમાં રૂઢ થઇ ગયા છે. બોર્ડિંગ અને લોજ આ પ્રકારનાં શબ્દો છે. ઓક્ષફર્ડ ડિક્ષનેરી પ્રમાણે બોર્ડીંગનો અર્થ છે જમવાનું સ્થળ અને લોજનો અર્થ છે રહેવાની વ્યવસ્થા. એને બદલે રહેવા માટે બોર્ડિંગ અને જમવા માટે લોજ શબ્દ આપણાં વ્યવહારમાં વપરાય છે.

શ્રી ચુડાસમા રાજપૂત સમાજ સંચાલિત રાજપૂત બોર્ડિંગના સંસ્થાપક
મરહૂમ કુમાર શ્રી હરભમજીરાજ સાહેબ (મોરબી) નું સંક્ષિપ્ત જીવન ઝરમર

કેવળ હિંદુઓનો કે ભારતીયોનો જ નહિ, સમગ્ર માનવજાતિનો ધર્મગ્રંથ-માનવગ્રંથ-શ્રીમદ્ ભગવદગીતાના ગાયક યોગેશ્વર શ્રીકૃષ્ણે માનવજાતિને વચન આપ્યું છે કે

યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત ।
અભ્યુત્થાનધર્મસ્ય તદાડડત્માનં સૃજામ્યહમ્ ।
પરિત્રાણાય સાધૂનાં, વિનાશાય ચ દુષ્કૃતામ્ ।
ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે ।।

     હે ભારત, જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે, ત્યારે અર્ધમનો વિનાશ કરવાં હું મારી જાતને (માનવરૂપે) સર્જું છું. તથા સજ્જનોનું રક્ષણ કરવા, દુષ્કર્મીઓના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે જન્મું છું.
મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ થી લઇને આજ સુધી શ્રી કૃષ્ણે આપેલ વચનાનુસાર યુગે-યુગે, સમયે-સમયે, સમાજમાં પેસી ગયેલ જીવલેણ પ્રદૂષણોનું શુદ્ધિકરણ કરવા માટે આ સંસારમાં જુદા જુદા સંદર્ભે, ભિન્ન ભિન્ન સ્વરૂપે વિભૂતિઓના અવતાર થતા જ રહ્યાં છે. (અવતાર – અવ એટલે નીચે, તાર એટલે ઉતરી આવવું) અર્થાત્ એવા મહાન આત્માઓ, જેઓ તેમના ત્યાગ અને તપસ્યાનાં ફળ રૂપે ખૂબ જ ઉચ્ચ સ્થિતિએ ઇશ્વરમય બની ગયા હોય છે, તેઓ તેમનાં કર્મનાં ફળ ભોગવવા નહિ, કારણ કે તેઓ પૂર્ણ નિષ્કામ બની ગયા હોય છે, એટલે ફળ ભોગવવા જન્મ લેવાનો તેમને માટે કોઇ પ્રશ્ન જ નથી રહેતો, પરંતુ ઉપરના શ્લોકમાં કહ્યું છે તે પ્રમાણે માનવ કલ્યાણનો ઉદાત ધ્યેયને લઇને જન્મનારને અવતાર કહેવામાં આવે છે.)
આવા, મોટા ભાગના અવતારો ભારતમાં અને તેમાંય ક્ષત્રિય જાતિમાં થયા છે. ઇતિહાસ અને ધર્મગ્રંથો તેની સાક્ષી પૂરે છે. અવતારોની આ દિવ્ય પરંપરામાં પ્રાચીન કે મધ્યકાલીન મહાત્માઓની વાત અહીં ન કરતા, આપણે કેવળ ગત સદીમાં થયેલા અવતારોની જ વાત ટૂંકમાં કરીએ તો આપણી સમક્ષ ત્રણ વિભૂતિઓ ઉપસ્થિત થાય છે.
(1)  સૌરાષ્ટ્ર-ગુજરાત જ નહિ, સમગ્ર ભારતના ગીરાસદારોની હિત રક્ષા માટે અને એ સાથે દરેક કોમની સેવા કરતા અવતરિત પૂજ્ય કુમાર શ્રી હરભમજીરાજ સાહેબ-મોરબીના આપણે સહુ, વિશેષ કરીને ચુડાસમા રાજપૂત સમાજ ઋણી છે, કારણ કે તેમનાં પ્રયત્નોથી જ ગુજરાતમાં જ નહિ સમગ્ર ભારતમાં ગીરાસદારોના બાળકોના અભ્યાસ માટે ધંધુકામાં સન 1909 માં પ્રથમ હોસ્ટેલનો શુભારંભ થયો હતો. ત્યારબાદ બીજાં ઘણાં છાત્રાલયો શરૂ થયાં હતાં, એમાંનાં મોટા ભાગનાં પૂજ્ય હરભમજીરાજ સાહેબના પ્રયત્નો દ્વારા જ નિર્મિત થયાં છે. સન 1918 માં તેઓ અવસાન પામ્યા તો,
(2)  પૂજ્ય મનુભા બાપુ (ચેર) એ સને 1924 માં વરતેજ (ગોહિલવાડ) મુકામે મળેલ અખિલ સૌરાષ્ટ્ર રાજપૂત પરિષદમાં જાગૃતિ મહાશંખ ફૂંક્યો અને સમાજમાં ચેતનાની, સમજની એક એવી તે જબરદસ્ત લહેર ઊઠી કે જેનાં સુફળ આજે આપણે સહુ ભોગવી રહ્યા છીએ. એ માટે આપણે પૂજ્ય બાપુનાં ઋણમાંથી કદી પણ મુક્ત થઇ નહિ શકીએ. તેઓશ્રી 1947 માં ગયા તો...
(3)  રાજસ્થાનમાં પૂજ્ય તનસિંહજીએ 1946 માં શ્રી ક્ષત્રિય યુવક સંઘનો એવો તે શંખ ફૂંક્યો કે જેના દિવ્યનાદથી જાગૃત થયેલો ક્ષત્રિય સમાજ સ્વહિત ભૂલીને સર્વહિત માટે આજે પણ દોડતો રહ્યો છે અને દોડતો રહેશે એવી સહુને આશા છે, અને અપેક્ષા પણ છે.

       આવી વિભૂતીઓ પૈકી મરહૂમ કુમાર શ્રી હરભમજીરાજ સાહેબનાં જીવન-કાર્ય વિશે અત્રે સંક્ષિપ્ત માહિતી એવી આશા સાથે આપવામાં આવે છે, કે તેમના દ્વારા સ્થાપિત અને સંરક્ષિત ધંધુકા હોસ્ટેલનો જ્યારે આપણે શતાબ્દી સમારોહ મનાવી રહ્યા છીએ ત્યારે તેમનાં સમાજલક્ષી ત્યાગમય જીવનથી પ્રેરિત થઇને, આપણામાંથી કોઇ પુણ્યાત્મા એમના માર્ગે ચાલીને સમાજ હિતમાં લાગી જાય, જેથી અવતારોની પરંપરા અખંડિત બની રહે.

તેજસ્વી કારકિર્દી

 • અંગ્રેજી, ગુજરાતી, લેટીન, ફ્રેન્ચ અને સંસ્કૃત ભાષાના જ્ઞાતા, વાચનનો શોખ.
 • અંગ્રેજ સરકારની કુટનીતિના ભોગ બની, પોતાનાં રાજ્યો અને જાગીરો ગુમાવનાર નીચેના રાજવીઓને અંગ્રેજ અધિકારીઓ સમક્ષ અસરકારક રજુઆતને કારણે તેમનાં રાજ્ય-જાગીર પાછાં અપાવ્યા હતાં. 1. જામનગર. 2. કાશ્મીર 3. ઝાબુઆ (મ.પ્ર) 4. દતિઆ (મ.પ્ર.) 5. બુંદી (રાજસ્થાન) 6. વઢવાણ 7. લીંબડી 8. પોરબંદર 9. ઇન્દોર 10. માંગરોળ.
 • આ ઉપરાંત જોધપુર, જયપુર, ગ્વાલીયર, વડોદરા, લુણાવાડાના રાજાઓને અંગ્રેજ, સરકાર તરફથી થયેલ અન્યાય સામે લડીને ન્યાય અપાવ્યો.
 • નીચેના રજવાડાંઓ તરફથી દિવાન તરીકે સેવા આપવા કરવામાં આવેલી વિનંતીઓને કુમારશ્રીએ સવિનય નકારી હતી. 1. જામનગર 2. કાશ્મીર 3. દતિઆ 4. ઝાબુઆ 5. ગ્વાલીયર 6. ભરતપુર 7. જયપુર 8. વડોદરા 9. ઇન્દોર 10. બુન્દી (રાજસ્થાન)
 • જામ રણજીતસિંહ (જામનગર) સારવાર માટે ઇંગ્લેન્ડ ગયા ત્યારે મિત્રના દાવે જામનગર સ્ટેટનું વગર પગારે સંચાલન કરેલું.

સામાજિક પ્રવૃત્તિ

 • સન 1906 માં શ્રી કચ્છ કાઠિયાવાડ ગુજરાત ગરાસીયા એસોસીએશનની સ્થાપના કરી, તેના આજીવન (1918 સુધી) પ્રમુખ રહ્યાં.
 • અખિલ હિન્દ જાગીરદારોનું એસોસીએશન સ્થાપ્યું.
 • અખિલ હિન્દ રાજપૂતલીગ (મુસ્લિમલીગ સામે ઊભું કરેલું સંગઠન) સ્થાપ્યું.
 • અખિલ હિન્દ રાજપૂત/ગીરાસદાર/બોર્ડિંગ એસોસીએશનની સ્થાપના
 • સમાજમાં વ્યાપ્ત વ્યસનો, લગ્ન-મરણ પ્રસંગે થતાં ખોટા ખર્ચાઓ, આંતરિક કુસંપ સામે સતત લડતા રહ્યા.
 • ગીરાસદાર યુવકોને દરબારી કે સરકારી નોકરીમાં જોડાવા અનુરોધ કરતા.
 • હુન્નુર – ઉદ્યોગ દ્વારા આર્થિક રીતે સક્ષમ બનવા સમાજના પરિવારોને પ્રેરણા આપતા.
 • ભાવિ પેઢીનાં શિક્ષણ માટે ભગીરથ પ્રયત્નો કર્યા અને હોસ્ટેલો સ્થાપી.

અન્ય પ્રવૃત્તિઓ

ઇંગ્લેન્ડના અભ્યાસકાળ દરમ્યાન ભારતમાં સ્વામિ દયાનંદ સરસ્વતીને ગૌવધ પ્રતિબંધ માટે પ્રયત્ન કરવા પત્રો લખેલા. યુદ્ધ, દુષ્કાળ કે મહામારી (પ્લેગ) ને કારણે મરણ પામેલાઓના અનાથ પરિવારો ધર્માન્તર કરીને મુસલમાન કે ખ્રિસ્તી ન બની જાય તે માટે ગુજરાતમાં ઘણા અનાથાશ્રમો સ્થાપેલા અને ચલાવેલા. જે પૈકી રાજકોટનો અનાથાશ્રમ આજે પણ વ્યવસ્થિત ચાલે છે. તદુપરાંત ધર્માચાર્યોને મળીને હિંદુઓ વટલાઇ ન જાય તે માટે જાગૃત રહેવા વિનંતી કરેલ.આ ઉપરાંત તેઓ રોજનીશી (ડાયરી) અંગ્રેજી તથા ગુજરાતીમાં લખતા.
ધર્મમાં તેઓને ખૂબ શ્રધ્ધા હતી,ધર્મસ્થળોની યાત્રાઓ, સંતો સાથે સત્સંગ કરતા રાજકોટમાં શિવજીનું એક મંદિર મહાકાલેશ્વર મહાદેવ બંધાયેલુ જે આજે પણ શ્રધ્ધાળુઓ માટે દર્શનીય છે. આવા સામાજિક સંતને કોટિ કોટિ વંદન....

છાત્રાલય

 • છાત્રાલય ઘર પણ છે અ એક નાનકડો સમાજ પણ છે.
 • છાત્રાલયમાં ઘરનો સ્નેહ પણ હોય અને સમાજના ઘક્કા ઘુંબા પણ હોય.
 • છાત્રાલયમાં મા-બાપનું વ્હાલ પણ હોય અને સમાજ નિયમની કડકાઇ પણ હોય.
 • છાત્રાલયમાં માંદાની માવજત પણ હોય અને કોદાળી પાવડાનો પરસેવો પણ હોય.
 • છાત્રાલયમાં વડિલોનું ડહાપણ હોય અને યુવાનોનાં સાહસ પણ હોય.
 • છાત્રાલય એટલે નાનકડું સ્વરાજ્ય.
 • છાત્રાલય એટેલ સુધારા-વધારાની પ્રગતિવાળું આપણું ઘર.
 • છાત્રાલય એટલે માનસિક તથા નૈતિક સંપતિ કમાવાનું ક્ષેત્ર.
 • નિશાળ જેમ જ્ઞાન આપતી સંસ્થાછે, તેમ છાત્રાલય ચારિત્ર્ય ઘડતરની સંસ્થા છે.
 • છાત્રાલય રૂપી ભઠ્ઠામાં શિસ્ત, સાદગી, સંયમ, શ્રમ અને સેવાની અગ્નિમાં પાકેલી વિદ્યાર્થી રૂપી ઇંટો દ્વારા સમાજ-ભવનનું સુદઢ ને સુંદર નિર્માણ થઇ શકે છે.
 • મહારાજકુમાર શ્રી ભરમજીરાજ સાહેબ

કેળવણી તથા હોસ્ટેલ

આ બાબતમાં હું છેલ્લા રિપોર્ટ વખતે જે સ્થિતિ આપને જણાવી ચૂકેલ છે તેના કરતાં વધારે સારી અને સંતોષકારક સ્થિતિ આપની આગળ મુકવા હું શક્તિવાન થાઉં છું. તે માટે નામદાર બ્રીટીશ સરકાર તેમજ દેશી રજવાડાઓનો હું ગણો આભારી છું.
ધંધુકા જ્યુબીલી હોસ્ટેલ ગુજરાત પ્રાંતના મહેરબાન તાલુકદારી સેટલમેન્ટ ઓફીસર સાહેબના વાર્ષિક રિપોર્ટ ઉપર નામદાર સરકારે નીચેની મતલબનો ઠરાવ બહાર પાડ્યો હતો. (જુઓ મુંબઇ સમાચાર તા. ૬-૫-૧૦ નુ) ધંધુકામાં એક હોસ્ટેલની સ્થાપના કરવાના કામ તરફ નામદાર સંસ્કાર સંતોષની લાગણીથી જુએ છે અને તેના વધારા તરફ તથા બીજા ભાગોમાં પણ એવી યોજનાઓ દાખલ કરવા પાછળ નામદાર સરકાર કાળજીપૂર્વક ધ્યાન આપશે. વારંવાર ટીકા કરવામાં આવી છે કે જ્યાં સુધી તાલુકદારોની કેળવણીને ખાત્રી ભરેલા પાયા ઉપર મેલવામાં નહિ આવશે, ત્યાં સુધી તાલુકદારોની કરજદારીને લગતા સવાલનું નિરાકરણ થઇ શકશે નહિ અને નામદાર સરકાર આ બાબત ઉપર આતુરતાથી વિચાર ચલાવવાનુ ચાલુ રાખે છે. રિપોર્ટનાં વર્ષમાં આ હોસ્ટેલની મેં જાતે ધંધુકા જઇ મુલાકાત લીધી હતી. તેમાં ગીરાશીયાના દીકરાઓની સંખ્યા લગભગ ૪૦ ની હતી. મારી મુલાકાતને દિવસે રવિવાર હોવાથી સર્વ કુંવરો હોસ્ટેલમાં હતા. તે સર્વને જુદા જુદા રૂમોમાં સાથે સાથે બેઠેલા જોયા હતા અને તેઓ તદ્દન સુખી જણાતા હતા. હોસ્ટેલ સુપ્રીન્ટેન્ડેન્ટ મુળીના પરમાર ખુમાનસંગ સુરાજી ઘણા લોકપ્રિય નિવડવાનું માલુમ પડ્યું હતું. સદરહુ હોસ્ટેલમાં સ્કોલરશીપના ઉપયોગ માટે પાણાદેવલીના નામદાર દરબાર શ્રી લખમણવાલાએ રૂ.૨૫૦૦/- ની રકમ આપી ઉદારતા બતાવી છે જે માટે ગિરાશીયા એસોસીએશન તેમનો અંત કરણથી ઉપકાર માને છે.

(કુમારશ્રી હરભમજીરાજ સાહેબની ડાયરીમાંથી)
 
   બોડિંગ કમિટી
1

મા. પ્રમુખશ્રી

સહદેવસિંહ મનુભા      ધોલેરા

ધંધુકા

9879131991-22275

2

કા.સભ્ય શ્રી

નટુભા જટુભા
(આંતરિક ઓડીટર રાજપૂત વિદ્યાલય ધંધુકા)

જીંજર

9624241149

3

કા.સભ્ય શ્રી

ઘનશ્યામસિંહ ફતેસિંહ

ગોરાસું

9427270709

4

કા.સભ્ય શ્રી

ભુપતસિંહ પથુભા ચુડાસમા ખરડ

ધંધુકા

9726337097

5

કા.સભ્ય શ્રી

જયરાજસિંહ કિરતસિંહ  જસ્કા

ધંધુકા

9825623248

6

કા.સભ્ય શ્રી

મંગળસિંહ રણજીતસિંહ કાદિપુર

ધંધુકા

9974825316-24196

7

કા.સભ્ય શ્રી

પ્રવિણસિંહ બેચુભા રાઠોડ ઉંચડી (શિ.બિરલા)

ધંધુકા

426561363

8

ગૃહપતિશ્રી

રાજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ

સાંઢીડા

9925886678

9

આ.ગૃહપતિ

નીરુભા દાદુભા

તગડી

9998908020

10

આ.ગૃહપતિ

યશશ્વરાજસિંહ યુવરાજસિંહ

ખરડ

9727089658

 
    રાજપૂત વિદ્યાલયનાં ચેરમેનશ્રીની યાદી
 
શ્રી પ્રવિણસિંહ નવલસિંહ ચુડાસમા જસકા  
શ્રી જટુભા જીવુભા ઝાલા    અડવાળ તા.૨૫-૧૧-૯૧ થી ૨૦-૦૬-૯૨
શ્રી સહદેવસિંહ મનુભા ચુડાસમા ધોલેરા તા.૦૧-૦૬-૯૩ થી ૧૦-૦૯-૯૩
શ્રી મેઘુભા તખુભા ચુડાસમા બાવલિયારી  
શ્રી સહદેવસિંહ મનુભા ચુડાસમા            ધોલેરા  
શ્રી નટુભા જટુભા ચુડાસમા જીંજર તા.૦૭-૦૬-૯૮ થી ૦૫-૦૨-૦૫
શ્રી સહદેવસિંહ મનુભા ચુડાસમા ધોલેરા તા.૨૫-૧૧-૯૧ થી ૨૦-૦૬-૯૨
 

જાડેજા ચેતાનસિંહ સહદેવસિંહ

ખાખરા

11

સમર્પણ

ધાધલ રાજદિપભાઇ રણજીતભાઇ

ચાચરીયા

11

સમર્પણ

સરવૈયા મયુરધ્વજસિંહ સહદેવસિંહ

વાલર

11

સા.ગરૃકુળ

ચુડાસમા ભાગ્યરાજસિંહ ભારતસિંહ

પાંચી

12

સમર્પણ

ચુડાસમા સુરપાલસિંહ ધર્મેન્દ્રસિંહ

દેવગાણા

12

સમર્પણ

ચુડાસમા હરપાલસિંહ સજુભા

પીપળ

12

સમર્પણ

ચુડાસમા હાર્દિકસિંહ લક્ષ્મણદેવસિંહ

પાંચી

12

સમર્પણ

ચુડાસમા દિવ્યરાજસિંહ હરપાલસિંહ

હેબતપુર

12

સમર્પણ

ચુડાસમા વિરેન્દ્રસિંહ દશરથસિંહ

વાગડ

12

સમર્પણ

ગોહિલ જયદિપસિંહ બલભદ્રસિંહ

વરતેજ

12

સમર્પણ

ગોહિલ પૂર્વરાજસિંહ કિશોરસિંહ

બહાડી

12

સમર્પણ

જાડેજા રવીરાજસિંહ રઘુવીરસિંહ

ખાખરા બેલા

12

સમર્પણ

જાડેજા જયપાલસિંહ ભોજુભા

ઘૂળકોટ

12

સમર્પણ

જાડેજા શક્તિસિંહ કિરીટસિંહ

ચાપા બેરાજા

12

સમર્પણ

વાઘેલા અમૃતરાજસિંહ બલભદ્રસિંહ

ગાંગડ

12

સમર્પણ

વાઘેલા જદુવીરસિંહ દિગરાજસિંહ

છબાસર

12

સમર્પણ

રાણા દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ

ચચાણા

12

સમર્પણ

ગોહિલ દેવેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ

સુંદરીયાણા

12

સમર્પણ

ગોહિલ રઘુવીરસિંહ નવલસિંહ

સુંદરીયાણા

12

સમર્પણ

ચુડાસમા ક્રિપાલસિંહ નિર્મળસિંહ

ચેર

s.y.b.a.

કે.કે.એસી

ઝાલા દિગ્વિજયસિંહ જયપાલસિંહ

કમાલપુર

f.y.b.com.

કે.કે.એસી

ઝાલા મયુરસિંહ હરદેવસિંહ

કમાલપુર

f.y.b.com.

કે.કે.એસી

ઝાલા ઇન્દ્રવિજયસિંહ સહદેવસિંહ

કમાલપુર

f.y.b.com.

કે.કે.એસી

ગોહિલ દિવ્યરાજસિંહ જયદેવસિંહ

પાસવી

ડીપ્લો

રાણપુર

ચુડાસમા ક્રિષ્નારાજસિંહ મંગળસિંહ

કાદિપૂર

ડીપ્લો

રાણપુર

ચુડાસમા ક્રિપાલસિંહ પ્રદ્યુમનસિંહ

બાવળીયારી

10

સમર્પણ

 

ચુડાસમા બ્રિજરાજસિંહ રાજેન્દ્રસિંહ

ખરડ

10

સમર્પણ

ચુડાસમા લક્કીરાજસિંહ લધ્ધીરસિંહ

ખરડ

10

સમર્પણ

ચુડાસમા ધ્રુવરાજસિંહ અશોકસિંહ

ઝીઝર

10

સમર્પણ

ચુડાસમા છત્રપાલસિંહ જીલુભા

પાંચી

10

સમર્પણ

ચુડાસમા કાર્તિકસિંહ વિક્રમસિંહ

માલપરા

10

સમર્પણ

ચુડાસમા શિવરાજસિંહ અર્જુનસિંહ

વાગડ

10

સમર્પણ

ગોહિલ વિશ્વરાજસિંહ રઘુવીરસિંહ

નવાગામ

10

સમર્પણ

ગોહિલ યશપાલસિંહ ઇન્દ્રજીતસિંહ

પાણીયાળી

10

સમર્પણ

ગોહિલ વિરમદેવસિંહ ચંદુભા

શામપરા

10

સમર્પણ

ગોહિલ જયરાજસિંહ શૈલેન્દ્રસિંહ

જાળીયા

10

સમર્પણ

ગોહિલ હાર્દિકસિંહ દિગ્વિજયસિંહ

વરતેજ

10

સમર્પણ

જાડેજા દિવ્યરાજસિંહ અભેસિંહ

ખડબા

10

સમર્પણ

જાડેજા ગોપાલસિંહ રઘુવીરસિંહ

ધ્રાફા

10

સમર્પણ

જાડેજા સત્યજિતસિંહ ઇન્દ્રજીતસિંહ

ધ્રાફા

10

સમર્પણ

પરમાર હરવિજયસિંહ હરદેવસિંહ

નવાણીયા

10

સમર્પણ

પરમાર સુર્યદિપસિંહ જગતસિંહ

મુળી

10

સમર્પણ

પરમાર મેઘરાજસિંહ ગુમાનસિંહ

પાંડવરા

10

સમર્પણ

સરવૈયા કુલદિપસિંહ ઇન્દ્રજીતસિંહ

વાલર

10

સમર્પણ

વાઘેલા ઋષિરાજસિંહ પીરૃભા

મોવાણા

10

સમર્પણ

વાઘેલા હેમેન્દ્રસિંહ કિશોરસિંહ

છબાસર

10

સમર્પણ

રાણા હર્ષરાજસિંહ અજયસિંહ

ફેદરા

10

સમર્પણ

ચુડાસમા કૃષ્ણરાજસિંહ પ્રદ્યુમનસિંહ

બાવળીયારી

11

સમર્પણ

ચુડાસમા યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ

પાંચી

11

સમર્પણ

ચુડાસમા અજયસિંહ ભવાનસિંહ

તગડી

11

સમર્પણ

ગોહિલ પૃથ્વીરાજસિંહ નરેન્દ્રસિંહ

જીણજ

11

સમર્પણ

ગોહિલ સૂર્યદિપસિંહ લધ્ધીરસિંહ

વડોદ

11

સમર્પણ

ગોહિલ સત્યદિપસિહ લધ્ધીરસિંહ

વડોદ

11

સમર્પણ

ગોહિલ હર્ષદિપસિંહ બહાદુરસિંહ

વડોદ

11

સમર્પણ

 

ગોહિલ ક્રિપાલસિંહ ગિરવાનસિંહ

વડોદ

11

સમર્પણ

ગોહિલ બ્રિજરાજસિંહ રઘુવીરસિંહ

નવાગામ

11

સમર્પણ

ગોહિલ પ્રતિપાલસિંહ અશોકસિંહ

વરતેજ

11

સમર્પણ

ગોહિલ હરપાલસિંહ પથુભા

બાવળીયારી

11

સમર્પણ

વાઘેલા યુવરાજસિંહ પ્રવિણસિંહ

ગોધાવી

8

સમર્પણ

ઝાલા ધ્રુવરાજસિંહ મહાવીરસિંહ

છારોડીયા

8

સમર્પણ

ઝાલા નયનદીપસિંહ ગીરીરાજસિંહ

મીણાપુર

8

સમર્પણ

ચુડાસમા હર્ષદિપસિંહ લક્ષ્મણસિંહ

પાંચી

9

સમર્પણ

ચુડાસમા પ્રતિપાલસિંહ પ્રભાતસિંહ

પીપળી

9

સમર્પણ

ચુડાસમા દિવ્યરાજસિંહ ધર્મેન્દ્રસિંહ

વાગડ

9

સમર્પણ

ચુડાસમા મહાવીરસિંહ રઘુવિરસિંહ

સાંગાસર

9

સમર્પણ

ચુડાસમા ધર્મરાજસિંહ કૃષ્ણદેવસિંહ

જસ્કા

9

સમર્પણ

ચુડાસમા યુવરાજસિંહ નરેન્દ્રસિંહ

સાંઢિડા

9

સમર્પણ

ચુડાસમા રાજદીપસિંહ ધર્મેન્દ્રસિંહ

સાંઢિડા

9

સમર્પણ

ચુડાસમા ભયપાલસિંહ મહેશકુમાર

સાંઢિડા

9

સમર્પણ

ગોહિલ દિવ્યરાજસિંહ કુંવરસિંહ

પચેગામ

9

સમર્પણ

ગોહિલ રાજદિપસિંહ ગિરવાનસિંહ

વડોદ

9

સમર્પણ

ગોહિલ છત્રપાલસિંહ પ્રદ્યુમનસિંહ

વરતેજ

9

સમર્પણ

ગોહિલ ધ્રુવરાજસિંહ વિજયસિંહ

રામણકા

9

સમર્પણ

ગોહિલ કૃષ્ણદીપસિંહ કિરીટસિંહ

ધોળ (ગોદડજી)

9

સમર્પણ

ગોહિલ જયપાલસિંહ મહેન્દ્રસિંહ

દેડકડી

9

સમર્પણ

ગોહિલ જયદિપસિંહ પૃથ્વીસિંહ

ખારડી

9

સમર્પણ

ગોહિલ નળદેવસિંહ હરદેવસિંહ

નવાગામ

9

સમર્પણ

ગોહિલ મહેન્દ્રસિંહ વિજયસિંહ

વડોદ

9

સમર્પણ

જાડેજા વાસુદેવસિંહ જયેન્દ્રસિંહ

કાલમેઘડા

9

સમર્પણ

જાડેજા ફતેસિંહ ભરતસિંહ

ભોપલકા

9

સમર્પણ

ચુડાસમા સત્યપાલસિંહ સંજયસિંહ

પીપળી

9

સમર્પણ

જાડેજા હાર્દિકસિંહ સહદેવસિંહ

ખાખરા

9

સમર્પણ

ખાચર કાળુભાઇ વનરાજભાઇ

વેજળકા

9

સમર્પણ

સરવૈયા ઓમદેવસિંહ ભગીરથસિંહ

વાલર

9

સમર્પણ

વાળા દિવ્યરાજસિંહ બ્રિજરાજસિંહ

ઢાંકી

9

સમર્પણ

ઝાલા અર્જુનસિંહ ચન્દ્રસિંહ

કમાલપુર

9

સમર્પણ

રાજા રાજવીરસિંહ મહેન્દ્રસિંહ

મોરબી

9

સમર્પણ

વાઘેલા પ્રતિપાલસિંહ રોહિતસિંહ

મંજલ

9

સમર્પણ

વાઘેલા ધવલસિંહ મહાવીરસિંહ

ગોધાવી

9

સમર્પણ

ચુડાસમા શુરવીરસિંહ ધર્મેન્દ્રસિંહ

પીપળી

10

સમર્પણ

ચુડાસમા મહેન્દ્રસિંહ પ્રદ્યુમનસિંહ

બાવળીયારી

10

સમર્પણ

ચુડાસમા દિવ્યરાજસિંહ નરેન્દ્રસિંહ

રોજકા

5

સમર્પણ

ચુડાસમા હાર્દિકસિંહ જદુવીરસિંહ

ચેર

5

સમર્પણ

ઝાલા અક્ષરાજસિંહ ગિરીરાજસિંહ

મીણાપુર

5

સમર્પણ

ચુડાસમા યશરાજસિંહ કિશોરસિંહ

બાવળીયારી

6

સમર્પણ

ચુડાસમા દિવ્યરાજસિંહ કૃષ્ણદેવસિંહ

જસ્કા

6

સમર્પણ

ચુડાસમા અજયસિંહ રાજેન્દ્રસિંહ

આકરુ

6

સમર્પણ

ગોહિલ મયુરસિંહ છોટુભા

ઉખરલા

6

સમર્પણ

ઝાલા ઓમદેવસિંહ ધર્મેન્દ્રસિંહ

ધ્રાફા

6

સમર્પણ

ઝાલા ધ્રુવરાજસિંહ નરેન્દ્રસિંહ

ખાટડી

6

સમર્પણ

ચુડાસમા હર્ષદીપસિંહ મહેન્દ્રસિંહ

વાગડ

7

સમર્પણ

ગોહિલ હાર્દિકસિંહ રેવતુભા

ખાટડી

7

સમર્પણ

ગોહિલ ઋષિરાજસિંહ ગજેન્દ્રસિંહ

ભાખલ

7

સમર્પણ

વાઘેલા વિજયસિંહ બટુકસિંહ

કાણેટી

7

સમર્પણ

ઝાલા યશપાલસિંહ ભુપતસિંહ

માથક

7

સમર્પણ

ચુડાસમા મયુરધ્વજસિંહ મહાવીરસિંહ

પીપળી

8

સમર્પણ

ચુડાસમા ચંદ્રદીપસિંહ જયદેવસિંહ

પાંચી

8

સમર્પણ

ચુડાસમા નરેન્દ્રસિંહ પ્રવિણસિંહ

પીપળી

8

સમર્પણ

ચુડાસમા હર્ષદીપસિંહ વિરભદ્રસિંહ

વાગડ

8

સમર્પણ

ચુડાસમા કૃષિરાજસિંહ શિવરાજસિંહ

વાગડ

8

સમર્પણ

ચુડાસમા જયરાજસિંહ હરિચંદ્રસિંહ

ઝીંઝર

8

સમર્પણ

ચુડાસમા કૃષ્ણપાલસિંહ ભગવતસિંહ

વાગડ

8

સમર્પણ

ચુડાસમા મિતરાજસિંહ બાપાલાલસિંહ

પીપળ

8

સમર્પણ

ચુડાસમા વિશ્વરાજસિંહ રોહિતસિંહ

વાગડ

8

સમર્પણ

ચુડાસમા શિવરાજસિંહ રણજીતસિંહ

કાદીપૂર

8

સમર્પણ

ધાંધલ અજયભાઇ ભુપતભાઇ

ચાંચરીયા

8

સમર્પણ

ગોહિલ સુરપાલસિંહ વિરમદેવસિંહ

પચેગામ

8

સમર્પણ

જાડેજા ઋતુરાજસિંહ હરપાલસિંહ

ભાવનગર

8

સમર્પણ

સરવૈયા તીર્થરાજસિંહ સહદેવસિંહ

વાલર

8

સમર્પણ

સરવૈયા કુલદિપસિંહ ધર્મેન્દ્રસિંહ

વાલર

8

સમર્પણ

સરવૈયા ચેતનસિંહ મનહરસિંહ

વાલર

8

સમર્પણ

વાઘેલા અજયસિંહ કિશોરસિંહ

ઝણંદ

8

સમર્પણ

 
 
 
   
મોબાઇલ નંબર : ૯૯૨૫૮૮૬૬૭૮
ટેલિફોન નંબર : ૦૨૭૧૩ – ૨૨૩૦૫૬
CLCIK HERE FOR ONLINE CONTACT