ચુડાસમા પરિવાર આપનૂ હાર્દિક સ્વાગત કરે છે.

More
 News & Events

પ્રવેશ ફોર્મ download વધુ

સ્વ. ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધાર તથા અન્ય ઐતિહાસિક ગ્રંથોમાં જૂનાગઢ ના શાસક ક્ષત્રિયવીરો ના અદ્ભુત પરાક્રમશીલ જીવન વિષે સચોટ માહિતી મળે છે. તેમાં રાનવઘણ, રાદીયાસ, રામાંડલીક, જેવા ચુડાસમા રાજવંશના પૂર્વજોનાં અપ્રતીમ વીરત્વ અને દાનેશ્વરીપણાની કથાઓ જગજાહેર છે.

આ ચુડાસમા રાજપૂત વંશમાં શૂરવીરો, દાતાઓ, મહાન ભક્તો, ન્યાયી, પ્રજાપ્રેમી તથા શક્તિશાળી શાસકો થઇ ગયા. તેમના જીવન અને કાર્ય વિષે તથા તેમના વંશજ ચુડાસમા, રાયજાદા તથા સરવૈયા રાજપૂત વિષે અત્રે ઐતિહાસિક માહિતી આપવાનો આ નમ્ર પ્રયાસ છે.

અહીં પ્રારંભમાં ચુડાસમા રાજવંશની ઉત્પત્તિ અને તેમની વંશાવળી આપવામાં આવી છે તે માટે વર્તમાન ઇતિહાસવિદો તથા વહીવંચા બારોટની સહાય લેવામાં આવી છે.

આ વેબસાઇટના માધ્યમથી વિશ્વમાં ખૂણે ખૂણે વસતા ચુડાસમાઓને તેમના પૂર્વજો તેમની ધરોહર (મૂળ) ની જાણકારી આપવાનો આ નમ્ર પ્રયાસ છે. એ સાથે વર્તમાન, સામાજિક જાગૃત્તિ, સંગઠન અને સર્વાંગી વિકાસ માટે સમાજ દ્વારા જે પ્રયત્નો, પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે તેની માહિતી પણ ટૂંકમાં આપી છે.
અહીં પ્રસ્તુત માહિતીમાં જે કોઇ દોષ કે અપૂર્ણતા હોય તે બદલ ક્ષમા યાચના સાથે જે માંથી ચુડાસમા ઇતિહાસ વિષે ઘણી માહિતી મળી છે, તેવા શ્રી ચુડાસમા રાજવંશનો ઇતિહાસના લેખ મા.ડૉ. વિક્રમસિંહજી રાયજાદાનો ઋણ સ્વીકાર સાથે આભાર માનીએ છીએ.

સાંસ્ક્રુતિ

શિક્ષણ

સમાજની પ્રવ્રુતિઓ

 
   
મોબાઇલ નંબર : ૯૯૨૫૮૮૬૬૭૮
ટેલિફોન નંબર : ૦૨૭૧૩ – ૨૨૩૦૫૬
CLCIK HERE FOR ONLINE CONTACT
     
 
પ્રવેશ અંગે ની જાહેરાત