શિક્ષણ


શ્રી ચુડાસમા રાજપુત સમાજ – ધંધુકા
ઠે.રાજપુત વિધાલય – સ્ટેશનરોડ બંધારણ (સુચિત)

૧. ટ્રસ્ટનું નામ      -  શ્રી ચુડાસમા રાજપુત નિધાલય – ધંધુકા
૨. ટ્રસ્ટનું કાર્યાલય -   શ્રી રાજપુત નિધાલય – ધંધુકા
૩. ટ્રસ્ટનું કાર્યક્ષેત્ર  -   ગુજરત રાજય
૪. ટ્રસ્ટનું ઉદેશો    -   નીચે મુજબ છે.

૧. રાજપુત સમાજનો ઉત્કર્ષ, સમાજ સેવા માટેનો રહેશે.

૨. સમાજના સભ્યોને શૈક્ષણિક ક્ષેત્રે પ્રચાર તેના આનુંસગિક એવા અંગો સ્થાપવા, છાત્રાલય  ગુરુકુળ જેવી સસ્થા સ્થાપવી ચલાવવી ને સમાજ શિક્ષણ માટે સગવડતા પુરી પાડવી.

૩. હેતુલક્ષી જીવન તરફ વિકાસ થાય તે માટે ની તમામ પ્રવુતિઓ કરવી કુરીવાજોને દુરકરવા સંમેલન યોજવા પત્રીકઓ/સાહિત્ય છપાવવું વગેરે પ્રવુતિઓ કરવી.

૪. સમાજના ભાઇઓ / બહેનોમાં પડેલી શક્તિઓને બહાર લાવવા માટે રમતગમત, સાંસ્ક્રુતિક / મનોરંજન પ્રવુતિઓ કરવી હરીફાઇઓનું આયોજન કરવું.

૫. સમાજની એકતા / સહકારની ભાવના કેળવવા સંમેલનો શિબીરો યોજવી સમુહલગ્ન જેવા ઉત્સવો ઉજવવા.

૬. છાત્રાલય શાળા કોલેજ શૈ. ઇંન્સ્ટીટયુટ ભોજનશાળા બાંધવી જરૂર પડે રીનોવેશન કરવું

૭. કોઇપણ સમાજ તથા આ સમાજ પર આવી પડેલી મુશ્કેલીઓને આપદાઓમાં લોકો ને જરૂરિયાત મુજબ મદદ કરવી / સેવાના કાર્યો કરવા

૮. સમાજના લોકોનું શારિરીક / માનસીક ધડતર કરવા તાલીમ સંસ્થા સ્થાપવી ચલાવવી.

૯. સમાજની મહિલાઓના ઉત્કર્ષ માટે હક્ક હીત સંસ્કારની જાળવવી માટે સમાની મહિલા પંચ રચના કરવી તેમના કરવી તેમને આ ટ્રસ્ટ નીચે સ્વતંત્ર કામ કરવા સતા આપવી.

૧૦. સમાજના વૃદ્ધો ,ત્યકતોબહેનો,વિધવાબહેનો , માટે સંસ્થાઓ સ્થાપવી.

૧૧. સમાજના આર્થિક પછાત ભાઇઆનો / બહેનોને મેડીકલ સહાય આપવી. સરકારશ્રિ ની વિવિધ યોજના ને અમલમા મુકવી.

૧૨. N .G .O  સંસ્થા સ્થાપવીઅને તેના દ્વારા સામાજિક કાર્યો કરવા.

૧૩. સમાજના લોકો ને આદ્યાત્મીક  જ્ઞાંન  આપવા માટે અંધશ્રધ્ધા દૂર કરવા માટે જનજાગ્રુતિ માટે શીબીરો કરવી પ્રચાર પ્રસાર કરવો.

૧૪. આ સમાન ના લોકો નો આર્થીક ક્ષેતે સ્વાવલંબી બને તે માટે પ્રયત્ન કરવા ઓધોગિક માર્ગદર્શન પુરપાડવા વૈજ્ઞાનિક પધ્ધતિઓનો અમલ કરવા પ્રોત્સાહન ઓપવું.

૧૫. આ સામાજીક સંસ્થા હોય કોઈપણ રજકીય પક્ષ સાથે જોડાણ નહી કરી કે રજ્કીય ઠરાવ નહિ કરે.

ટ્રસ્ટી મંડળ : -
૧. આ ટ્રસ્ટમાં ઓછામાં ઓછા -૭/ વધુ માં વધુ ૧૧ સભ્યો નું રહેશે.જેઓની નીમણુક સામાન્ય સભામાં સભ્યો દ્રારા કર્વામાં આવશે. જેનિ સમય મર્યાદા બે વર્શ ની રહેશે.(બાકી રહેતા સમય માટે)

૨. સમાજના પ્રમુખ ઉપપ્રમુખ  મંત્રિ આ ટ્રસ્ટના હોદેદારદ રહેશે.

૩. મુદત પુરી થયા પહેલા કોઇ કારણસર જ્ગ્યા ખાલિ પડે તો ટ્રસ્ટ ના બાકીના સભ્યો બાકી રહેતા સમય માટે બહુમતિથી પુરી શક્શે. અને મર્યાદા માં રહી વધારા ના સભ્યો નિયુક્ત કરી શકશે.

૪. ટ્રસ્ટ ના હેતુ માં કોઇપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે તો તેની જાણ ખાસ ચેરીટી કમીશનર શ્રી ને કરવામાં આવશે.

૫. કોરમ ૫ સભ્યોથી થશે. કોરમ ના અભાવે મીટીંગ ન થઇ શકે તો અડધો કલાક પછી કોરમ ગણી કામકાજ કરવામાં આવશે.

૬. ટ્રસ્ટી મંડળની સભા દર બે માસે બોલાવવામાં આવશે. જેમાં સતત ત્રણ વખત યોગ્ય કારણ વગર દેરહાજર રહેશે તો સભ્યપદ નાબૂદ થશે.

૭. ટ્રસ્ટી મંડળ ના ઉપપ્રમુખ . પ્રમુખ . મંત્રી તથા એક સભ્યમાંથી બેની સહી થી નાણાકીય લેવડદેવડ નું કામ કરશે.

૮. સરખામત પડે તો પ્રમુખશ્રી વધુ એક મત આપી શકશે.

૯. જરૂર પડે તો પગારદાર કર્મચારી ની નિમણુક કરી શકશે કે દૂર કરી શકશે.

૧૦. સમાજની અનુમતીથી સમાજના હીત ચિંતકો નું માર્ગદર્શન તથા પ્રેરણા મળી રહે તે માટે પ્રમુખશ્રી સલાહકાર મંદળ રચી શકશે. જે સામાન્ય સભા કારોબારીમાં હાજર રહી શકશે. અને સલાહ સુચનો આપી શકશે.

૧૧. સમાજમાં ચાલતા નાના – મોટા ઝઘડા / મતભેદ દુર કરવા જેતે ગામના તથા સમાજ ના અગ્રગણ્ય કાયદાવિદ નું સમાધાન પંચ નિમી શકશે.

ટૃસ્ટ નુ સભ્યપદ : -
૧. ૧૮ વર્શ થી ઉપરના સમાજના ભાઈ-બહેનો આ સંસ્થાના સભ્ય બની શકે છે.

સાધારણ સભા : -
૧. ટૃસ્ટ ના બધા જ ભાઈઓ તથા બહેનો હાજર રહી શકશે.
૨. બંધારણમાં સુધારો કરવા ¾ સભ્યોની બહુમતીથી કોરમ ગણવામાં આવશે.
૩. બંધારણમાં સુધારો બહુમતીથી માન્ય થશે.
૪. સામાન્ય સભા વર્સ માં એકવાર બોલાવવામાં આવશે જેમાં હિસાબો મંજુર કરવાના રહેશે.

પ્રમુખ ના અધિકરો : -
૧. સાધારણ સભા / ટ્રસ્ટી મંડળીની સભાનું અધ્યક્ષ પદ તેમનું રહેશે.
૨. મંત્રીને જરૂરી સુચનો તથા માર્ગદર્શન આપશે.
૩. ટ્રસ્ટી મંડળે આપેલ અધિકાર મુજબ લોન / સહાય કરાર દસ્તાવેજ કરી શકશે. તેમની અનઉપસ્થિતિમાં ઉપપ્રમુખ કાર્ય કરશે.
૪. કારોબારીમાં નિમણુક કરવાનો અધિકાર પ્રમુખશ્રી નો રહેશે.

મંત્રી ના કાર્યો / અધિકારો : -
૧. પ્રમુખ / ટ્રસ્ટી ના કહેવા પ્રમાણે મંડળ ના બધા જ કાર્યો કરશે.
૨. દૈનિક . વહિવટી . પત્રવ્યવહાર જેવા કાર્યો કરશે.
૩. સાધારણ સભા બોલાવી હીસાબો રજુ કરવા પરીપત્ર કાઢવા કાર્યવાહીની નોંધ રાખવી. તથા ડેડ સ્ટોક રાખવું.
૪. સમયસર ઓડીટ કરાવીને ટ્રસ્ટીઓને તેની જાણ કરવી.

ટ્રસ્ટના હિસાબ / વર્કા બાબત : -
૧. ૧/૪ થી ૩૧/૩ સુધીનું વર્ષ રાખવા માં આવશે.

ભંડોળ : -
૧. ટ્રસ્ટ માટેનું ભંડોળ બક્ષીઓ દ્રારા મદદ દ્રારા કે ટ્રસ્ટની મીલ્કત માંથી ઉભુ કરવામાં આવશે.
૨. સરકાર તરફ થી / સંસ્થાઓ / દાતાઓ તરફ થી શરતી બંની શરતી દાન લઇ શકશે - આપી શકશે.

રોકાણ / ઓડીટ : -
૧. જરૂર ન હોય તો વધારાના ભંડોળને ટ્રસ્ટની જોગવાઇપ્રમાણે રોકાણ કરવામાં આવશે
. જાણીતા ચાટર્ડ એકાઉંન્ટંટની નિમણૂક કરવી અને રોજ મેળ / ચોપડાનું ઓડીટ કરાવી સરવૈયુ તૈયાર કરાવવુ.
 
 
   
મોબાઇલ નંબર : ૯૯૨૫૮૮૬૬૭૮
ટેલિફોન નંબર : ૦૨૭૧૩ – ૨૨૩૦૫૬
CLCIK HERE FOR ONLINE CONTACT