શ્રી ચુડાસમા ગરાસિયા એસો.ની જનરલ સભા

 
ભીમનાથ મહાદેવની નિશ્રામાં ભીમનાથ ગામમાં ઇ.સ.૧૯૨૨ માં તા.૦૮-૦૧-૧૯૨૨ થી ૧૦-૦૧-૧૯૨૨ ત્રણ દિવસ માટે ચુડાસમા રાજપૂત સમાજની એક મીટીંગ મળી હતી જેમાં ન ધારેલી સફળતા મળી હતી જેમા ચુડાસમા સિવાય અન્ય શાખાના રાજપૂત ભાઇઓ પણ હાજર હતાં. જેના-
 
પ્રથમ દિવસે

જેના પ્રમુખ તરીકે ધિરૂભાભાઇ સર્વાનુમતે ચુંટાયા હતા તેમણે બીજા સમાજનાં ભાઇ સાથે હળી મળીને રહેવાનું અને શિક્ષણને (ભણતરને) મહત્વ આપવાની વાત કરી.

 
બીજા દિવસે

પ્રમુખ સ્થાન ઓઘુભા ભડીયાદ હતા જેમાં ધંધુકા બોર્ડિંગને ઘર દીઠ એક રૂપિયા મુજબ વર્ષે 400 રૂપિયા આપવા અને ધઉં 10 શેર દરેક ઘરેથી આપવાનું નક્કી કરવામાં આવ્યું બીજા સમાજ સુધારા માટેનાં ઠરાવો પણ કરવામાં આવ્યા.

 
ત્રીજા દિવસે

રાયજાદા નારૂભા અમરસિંહના પ્રમુખ સ્થાનેથી ઠરાવ કરવામાં આવ્યો સમાજ આર્થિક રીતે નબળો પડતો જાય છે તો ખોટા ખર્ચ બંધ કરીને આવકના સાધન ઉભા કરવાં રેટિયાને પ્રાધાન્ય આપવું અને ચુડાસમા સ્વયં સેવકનું મંડળ ઉભુ કરવામાં આવ્યું જેના પ્રમુખ તરીકે મનુભા પાતાભાઇની નિમણુક કરવામાં આવી.

 

રા દીયાસના અવસાન બાદ તેમના કુંવર રા નવઘણને તેમના રાણીએ પોતાની વિશ્વાસુ દાસી વાલબાઇ વડારણ સાથે સોરઠના વફાદાર, બોડીદરના દેવાયત આહીરને આશરે મોકલી આપ્યો. દેવાયતે બાળ કુંવર નવઘણે ઉછેરીને મોટા કર્યા. દરમ્યાન સોલંકી રાજાએ દેવાયત ના પુત્ર ઉગાને રા નવઘણને માનીને મોતને ઘાટ ઉતારેલ. જે આહીર દંપતીએ પોતાના એકના એક પુત્રનું, રાજ્યના વારસદારને જીવંતદાન આપેલ, તેમનું પોતા પરનું ન ચુકવી શકાય તેવુ ઋણ આંશિક રીતે ચૂકવવાના પ્રયત્ન રૂપે તા. ૦૮-૦૫-૨૦૦૯ ના રોજ ચુડાસમા રાજપૂત સમાજે બોડીદર મુકામે રાયજાદા, સરવૈયા તથા આહીર ભાઇઓની વિશાળ હાજરીમાં એક ભવ્ય સંમેલનનું આયોજન કર્યું હતું આ રીતે શ્રી ચુડાસમા રાજપૂત સમાજે ઇતિહાસની એક ભવ્ય બલિદાનની ગાથાને જીવંત બનાવી હતી.

રાનવઘણ (ઇ.સ. ૧૦૬૭ થી ૧૦૯૪) એ પોતાના ચાર પુત્રો પૈકી (રાયઘણજી) ને ભડલી (તા.બોટાદ) ની જાગીર આપી રાયઘણજીએ પોતાની ચુડાસમા શાખા ચાલુ રાખી બીજા પુત્ર છત્રસાલજીને સરવાનો ગરાસ મળ્યો હતો તેમના વંશનો સરવા પરથી સરવૈયા કહેવાય છે. ત્રીજા પુત્ર દેવઘણજી અથવા (સવઘણજી) ના વંશોજો ચુડાસમા (લાઠીયા) કહેવાયા છે. જ્યારે સૌથી નાના પુત્ર ખેંગાર જૂનાગડની ગાદીએ બેઠા તેથી તેમના વંશજો રાયજાદા (રાંય (રા) ના પુત્ર) તરીકે ઓળખાય છે,

ભડલીના રાયઘણજીના વંશમાં રાયસળજી થયા તે પહેલા જૂનાગઢના કરમજી (ક્રર્મસિંહજી) ને ભાલના રોજકાનો ગરાસ મળ્યો હતો, તેમને ધંધુકાના મેર સાથે સંધર્ષ થતા, રાયસળજી તેમની મદદે આવ્યા ધંધુકા જીત્યું અને ગોરાસુ ગાદી સ્થાપી.

 
રાયજાદા, સરવૈયા અને ચુડાસમાઓના ગામોની યાદી
 
૧) રાયજાદાના ગામો
સોંદરડા, ચાંદીગઢ, મોટીધનસારી, પીપળી, પસવારીયા, કુકસવાડા, રૂપાવટી, મજેવડી ચુડી, ભૂખી- (ધોરાજીની પાસે) કોયલાણા (લાઠીયા)
 
૨) સરવૈયાના ગામો – (વાળાકનાં ગામો)
હાથસણી, દેદરડી, દેપલા, કંજરડા, રાણપરડા, રાણીગામ, કાત્રોડી, ઝડકલા, જેસર, પા, ચિરોડા, સનાળા, રાજપરા, અયાવેજ, ચોક, રોહીશાળા, સાતપડા, કામરોળ જુની-નવી, સાંગાણા જુનુ-નવું, છાપરી જુની-નવી, રોઝિયા, દાઠા, વાલર, ધાણા, વાટલિયા, સાંખડાસર, પસવી, નાના, મલકીયા, શેઢાવદર માંડવા, લોણકોટડા, રામોદ, ભોપલકા, ખાંભા.
 
૩) સરવૈયાના ગામો (કેશવાળા ભાયાત)
કેશવાળા, છત્રાસા, દેવચડી, સાજડીયાળી, સાણથલી, વેકરી, સાંઢવાયા, ચિત્તલ, વાવડી.
 
૪) સરવૈયાના છુટાછવાયા ગામો
નાના માડવા, લોનકોટડા, રામોદ, ભોપલકા, ખાંભા (શિહોર પાસે)
 
૫) ચુડાસમા (બારીયા) ઉપલેટાના ગામો
બારિયા, નવાપરા, ખાખીજાળીયા, ગઢાળા, કેરાળા, સવતેરા, નાની વાવડી, મોટી વાવડી, ઝાંઝમેર, ભાયાવદર કોલકી.
 
૬) ચુડાસમા (લાઠીયા)
લાઠ, ભિમોરા, નીલાખા, મજીઠી, તલગાણા, કુઢેચ, નિલાખા, કલાણા, ચરેલ, ચિત્રાવડ, બરડીયા,
 
૭) ચુડાસમા (ભાલનાં ગામો)
ગાંફ, ગોરાસુ, ભડીયાદ, કાદીપુર, ધોલેરા, વાઢેળા, પીપળી, ખરડ, સાંઢીડા, બાવળીયારી, ચેર, જસકા, અણીયાળી (ભીમજી), સાંગાસર, હેબતપુર, તગડી, પોલારપુર, જીંજર, વાગડ, પરબડી, રોજકા, કોઠડીયા, પાંચી, અંકેવાળીયા, પીપરીયા, બહાડી, ટીંબલા, શાહપુર, દેવગાણા, કમિયાળા, આંબળી, ફતેપુર, ખમિદાણા, પીપળ, આકરૂ, ઊંચડી, માલપરા, સાલાસર.
 
 
 
   
મોબાઇલ નંબર : ૯૯૨૫૮૮૬૬૭૮
ટેલિફોન નંબર : ૦૨૭૧૩ – ૨૨૩૦૫૬
CLCIK HERE FOR ONLINE CONTACT